Search This Website

Sunday, 6 November 2022

Gujarat Forest guard Recruitment 2022 ફોરેસ્ટ વનરક્ષક ભરતી 823 જગ્યા

Gujarat Forest guard Recruitment 2022 ફોરેસ્ટ વનરક્ષક ભરતી 823 જગ્યા

Gujarat Forest guard Recruitment 2022 : રાજયમાં વનરક્ષક-બીટગાર્ડ ભરતી 823 જગ્યા : ભરતી પ્રક્રિયાની જાહેરાતઆવી ગયેલ છે. ઓનલાઈન ફોર્મ સબમીટ કરવાની પ્રક્રિયા તા.૧/૧૧/૨૦૦૨ થી તા.૧૫/૧૧/૨૦૨૨ સુધીની રહેશે. ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી ૨૦૨૨, ફોરેસ્ટ ભરતી ગુજરાત, Ojas Forest bharti 2022 Forest guard Exam date 2022

Gujarat Forest guard Recruitment 2022

૮૨૩ જગ્યાઓ ની સીધી ભરતીથી જગ્યાઓ ભરાશે
ગુજરાત રાજયમાં વન વિભાગના કાર્યક્ષેત્રમાં જુદા જુદા જિલ્લાઓમાં આવેલી કચેરીઓમાં વનરક્ષક સંવર્ગ-૩ની ૮૨૩ જગ્યા માટે સીધી ભરતીથી ભરતી કરવા સારૂં લાયકાત ધરાવતા મૂળ ગુજરાતી ઉમેદવારો પાસેથી ફકત ઓનલાઇન અરજી મંગાવવામાં આવે છે. આ જગ્યાઓની મુખ્ય અને અગત્યની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, પગાર ધોરણ, ઉંમરમાં છુટછાટ, અરજી ફી, ઓનલાઇન અરજી કરવાની રીત વગેરે htps://ojas.gujarat.gov.in તથા https://forests.gujarat.gov.in પર જોવા વિનંતી છે. ઉંમર ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે. જાહેરાતની બધી જ – સંપૂર્ણ વિગતો વેબસાઇટ પર જોયા બાદ જ ઉમેદવારે ઓજસની વેબસાઇટ https://ojas.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. રસ ધરાવતા ઉમેદવારો ઉપરોકત વેબસાઇટ પરથી વિગતો ડાઉનલોડ કરી શકશે અને ઉપરોકત વેબસાઇટ પર તાઃ ૦૧/૧૧/૨૦૧૨ના રોજ ૧૫.૦૦ કલાક) થી તા.૧૫/૧૧/૨૦રર (રાત્રીના ૨૩.૫૯ કલાક સુધી) ઓનલાઇન અરજી કરી શકશે.

Gujarat Forest guard Recruitment 2022
Gujarat Forest guard Recruitment 2022

ojas ફોરેસ્ટ ગાર્ડ ભરતી form

મંત્રીશ્રી એ ઉમેર્યું કે,વન વિભાગ હસ્તકની વનરક્ષક(બીટગાર્ડ)ની વર્ગ-૩ની કુલ–૮૨૩ જગ્યાઓ સીધી ભરતીથી કરાશે આ ભરતી પ્રક્રિયા અંગેની જાહેરાત ટૂંક સમયમાં વર્તમાનપત્રમાં કરવામાં આવશે.જેમાં ઓનલાઈન ફોર્મ સબમીટ કરવાની પ્રક્રિયા તા.૧/૧૧/૨૦૦૨ થી તા.૧૫/૧૧/૨૦૨૨ સુધીની રહેશે.આ ભરતી પ્રક્રિયા દરમ્યાન ઉમેદવારોના હિતમાં તેમનો કિંમતી સમય બચે તે માટે ફી ભરવા માટે e pay સિસ્ટમ લાગુ કરવામાં આવશે.જેથી ઉમેદવારો પોતાના ઘરેથી પણ ફી ભરી શકશે અથવા નજીકની પોસ્ટ ઓફિસ જઈને ફી ભરી શકશે.

forest guard bharti 2022
forest guard bharti 2022

તેમણે ઉમેર્યું કે,ફોર્મની ખરાઈ કર્યા પછી માન્ય ફોર્મની સંખ્યા મુજબ પરિક્ષા કેન્દ્રોની ઉપલબ્ધતા વગેરે ધ્યાને લઈને શકય તેટલી જલદી પરિક્ષા લઈ સંપૂર્ણ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.આ પરીક્ષા માટે લાયકાત ધરાવતાં ઉમેદવારોને વિનંતી છે કે, પોતાના જરૂરી પ્રમાણપત્રો અધતન કરાવી લે જેથી ફોર્મ ભરવા સમયે મુશ્કેલી ના આવે

મંત્રી શ્રી એ ઉમેર્યું કે,રાજય સરકાર ઘ્વારા યુવાનોના હિતમાં ત્વરીત નિર્ણય લઈ અગાઉ વહીવટી કારણોસર મોકૂફ રહેલ ભરતી પરિક્ષા પૂર્ણ કરી, નવેસરની ખાલી પડેલ જગ્યાઓ અંગે નવી ભરતી પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય કરાયો છે. બીટગાર્ડ વન અને વન્યપ્રાણીનું સંરક્ષણ અને સંવર્ધન માટે ખુબ જ પાયાની પોસ્ટ છે. સરકારને વિશ્વાસ છે કે આવા બીટગાર્ડ મળવાથી વનો, વન્યપ્રાણીઓનું સંરક્ષણ-સંવર્ધન અને વનોના આજુબાજુ રહેતા આદિવાસીઓના ઉત્થાન માટે મદદરૂપ થશે.

ફોરેસ્ટ વનરક્ષક ભરતી ડીટેઇલ

વિભાગગુજરાત વન વિભાગ
પોસ્ટનુ નામવન રક્ષક
કુલ જગ્યાઓ૮૨૩
ફોર્મ ભરવા વેબસાઇટhtps://ojas.gujarat.gov.in
ફોરેસ્ટ ભરતી ફોર્મ ભરવાની તારીખ૦૧-૧૧-૨૦૨૨ થી ૧૫-૧૧-૨૦૨૨

રાજયમાં વનરક્ષક-બીટગાર્ડની ૮૨૩ જગ્યાઓ ની સીધી ભરતી

રાજયમાં વનરક્ષક-બીટગાર્ડની ૮૨૩ જગ્યાઓ ની સીધી ભરતી

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ વનરક્ષકની કુલ-૩૩૪ જગ્યાઓની પરીક્ષા લઈ સીધી ભરતી કરવા બાબતે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં આ ૩૩૪ જગ્યાઓની ભરતી અંગેની પ્રક્રિયા સત્વરે પૂર્ણ કરી, ખાલી પડેલ બીટગાર્ડ, વર્ગ-૩ની ભરતી અંગેની નવી ભરતી પ્રક્રિયા પણ તુરત જ હાથ ધરવાનો નિર્ણય કરાયો હતો જે અનુસાર પરિક્ષા શારીરિક ક્ષમતા કસોટી પૂર્ણ કરાઈ છે.આ ૩૩૪ જગ્યાઓ માંથી સફળ ઉમેદવારો -૨૮૩.જેમાં ૪૮ જગ્યાઓ ખાલી રહી છે જેમાં નવી ૭૭૫ જગ્યાઓ ઉપરાંત બાકી રહેલ ૪૮ એમ મળી કુલ–૮૨૩ જગ્યાઓની નવી ભરતી પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય કરાયો છે.

ફોરેસ્ટ ગાર્ડ ભરતી વિગતવાર જાહેરાત
Forest Guard Recruitment Notification
અહિં ક્લીક કરો
ફોરેસ્ટ ગાર્ડ ભરતી ફોર્મ ઓનલાઇનઅહિં ક્લીક કરો

ઓનલાઈન ફોર્મ સબમીટ કરવાની પ્રક્રિયા ક્યારથી શરુ થશે?

તા.૧/૧૧/૨૦૦૨ થી તા.૧૫/૧૧/૨૦૨૨ સુધીની રહેશે

Read More »

Forest guard book pdf Free Download વન્ય જીવ પ્રશ્ન મંચ બુક pdf 2022

Forest guard book pdf Free Download વન્ય જીવ પ્રશ્ન મંચ બુક pdf 2022

Forest guard book pdf Free Download : ફોરેસ્ટ ગાર્ડ ની ભરતી ૮૨૩ જગ્યાઓ માટે હાલ ચાલી રહિ છે. ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા તારીખ Forest guard Exam date 2022 હજુ જાહેર થયેલ નથી. ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષામા વન્ય જીવો બાબત ઘણા પ્રશ્નો પૂછાતા હોય છે. ફોરેસ્ટ ગાર્ડ ની પરીક્ષામા આપને મદદરુપ બને તેવી વન્ય જીવ પ્રશ્ન મંચ બુક અહિં મુકેલી છે. જે આપને ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષામ ખૂબ ઉપયોગી બનશે.

રાજયમાં વનરક્ષક-બીટગાર્ડની ૮૨૩ જગ્યાઓ ની સીધી ભરતી

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ વનરક્ષકની કુલ-૩૩૪ જગ્યાઓની પરીક્ષા લઈ સીધી ભરતી કરવા બાબતે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં આ ૩૩૪ જગ્યાઓની ભરતી અંગેની પ્રક્રિયા સત્વરે પૂર્ણ કરી, ખાલી પડેલ બીટગાર્ડ, વર્ગ-૩ની ભરતી અંગેની નવી ભરતી પ્રક્રિયા પણ તુરત જ હાથ ધરવાનો નિર્ણય કરાયો હતો જે અનુસાર પરિક્ષા શારીરિક ક્ષમતા કસોટી પૂર્ણ કરાઈ છે.આ ૩૩૪ જગ્યાઓ માંથી સફળ ઉમેદવારો -૨૮૩.જેમાં ૪૮ જગ્યાઓ ખાલી રહી છે જેમાં નવી ૭૭૫ જગ્યાઓ ઉપરાંત બાકી રહેલ ૪૮ એમ મળી કુલ–૮૨૩ જગ્યાઓની નવી ભરતી પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય કરાયો છે.

Forest guard book pdf Free Download

ફોરેસ્ટ ગાર્ડ ભરતી વિગતવાર જાહેરાત
Forest Guard Recruitment Notification
અહિં ક્લીક કરો
ફોરેસ્ટ ગાર્ડ ભરતી ફોર્મ ઓનલાઇનઅહિં ક્લીક કરો
વન્ય જીવ પ્રશ્ન મંચ બુક pdf Downloadઅહિં ક્લીક કરો
Forest guard book pdf Free Download વન્ય જીવ પ્રશ્ન મંચ બુક pdf 2022
Forest guard book pdf Free Download વન્ય જીવ પ્રશ્ન મંચ બુક pdf 2022

Forest guard book pdf Free Download

વન્ય જીવ પ્રશ્ન મંચ બુક pdf મા સમાવિષ્ટ મુદ્દાઓ નીચે મુજબ છે.

  • વન્યજીવ
  • સસ્તન વન્યજીવો
  • પક્ષીઓ
  • સરિસૃપ (પેટે ચાલનારા પ્રાણીઓ)…
  • ઉભયજીવી પ્રાણીઓ મત્સ્ય અને દરિયાઇ જીવસૃષ્ટિ
  • સંધિપાદ .
  • જનરલ
  • પ્રાણીઓ
  • વનસ્પતિશાસ્ત્ર
  • અંગ્રેજી
  • વાઇલ્ડ લાઇફ કવ્વીઝ
  • વન્યજીવોની અંદાજીત સંખ્યા
  • ભારતના અભયારણ્યો
  • ભારતના રાષ્ટ્રીય ઉદ્યાનો
  • ગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનો
  • પર્યાવરણીય દિવસો.


Read More »

Friday, 4 November 2022

તમારા નામ પર કેટલાં સીમ કાર્ડ ચાલુ છે? જાણો ફક્ત 1 મીનીટમા સ્ટેપવાઇઝ Full ડીટેઇલ માહિતી

તમારા નામ પર કેટલાં સીમ કાર્ડ ચાલુ છે? જાણો ફક્ત 1 મીનીટમા સ્ટેપવાઇઝ Full ડીટેઇલ માહિતી

તમારા નામ પર કેટલાં સીમ કાર્ડ ચાલુ છે? અત્યારના સમયમાં ફ્રોડ બહુ વધી રહ્યા છે, ત્યારે આપણા નામ પર કેટલા સીમ કાર્ડ ચાલુ છે તે જાણવું આપણા માટે ખૂબ જ મહત્વનું છે. ઘણી વખત આપણી જાણ બહાર આપણા નામ પર કોઈ કાર્ડ વાપરતું હોય છે અને આપણને જાણ પણ હોતી નથી. આજે અમે તમારા માટે ખૂબ જ ઉપયોગી માહિતી લાવ્યા છીએ. જેની મદદ થી તમે તમારા નામ પર કેટલા સીમ ચાલુ છે તે જાણી શકશો.

તમારા નામ પર કેટલાં સીમ કાર્ડ ચાલુ છે

તમારા નામ પર કેટલાં સીમ કાર્ડ ચાલુ છે

તમારા નામ પર કેટલાં સીમ કાર્ડ ચાલુ છે? તમારા નામે બીજા કોણ સિમ વાપરે છે ? આજે જ ચેક કરો.

તમારા નામ પર કેટલા સીમ ચાલુ છે તે ઓનલાઇન ચેક કરવા માટે નીચેના સ્ટેપ ફોલો કરવા પડશે.

  • તમારા નામ પર કેટલાં સીમ કાર્ડ ચાલુ છે ચેક કરવા માટે સૌપ્રથમ tafcop.dgtelecom.gov.in પોર્ટલ વેબસાઇટ ખોલો.
  • ત્યાર બાદ ત્યાં આવેલ બોક્ષમાં મોબાઈલ નંબર અને OTP થી લોગ-ઈન કરો.
  • હવે તમારા IDથી એક્ટિવ સિમ કાર્ડના તમામ મોબાઈલ નંબરનું તમને લિસ્ટ જોવા મળશે.
  • હવે ચેક કરી કે આ લિસ્ટમાં કોઈ એવો નંબર છે, જે તમારી જાણ બહારનો છે તો એને તમે રિપોર્ટ કરી શકો છો.
  • નંબર ને રિપોર્ટ કરવા માટે નંબર સિલેક્ટ કરી ‘This is not my number’ સિલેક્ટ કરો.
  • ઉપરના બોક્સમાં આપેલા IDમાં લખેલું નામ સબમિટ કરો.
  • હવે નીચે આપેલા Report બોક્સ પર ક્લિક કરો.
  • ફરિયાદ કર્યા બાદ એક ટિકિટ ID રેફરન્સ નંબર પણ મળશે.
  • આ રીતે તમે જાણી શકો છો કે તમારા નામ પર કેટલા સીમ છે.

આ રીતે તમારા નામ પર ઇસ્યૂ થયેલા સિમકાર્ડની સંખ્યા જાણી શકો છો.

ટેલિકોમ વિભાગે TAFCOP (ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન) નામનું પોર્ટલ તૈયાર કર્યું છે. tafcop.dgtelecom.gov.in પોર્ટલ પર દેશમાં એક્ટિવ મોબાઈલ નંબરનો ડેટાબેઝ અપલોડ થયેલો છે. પોર્ટલના માધ્યમથી સ્પૅમ અને ફ્રોડ કોલ્સ કન્ટ્રોલ પણ કરી શકાય છે. તમારા નામે કેટલાં સિમ કાર્ડ એક્ટિવ છે એ માત્ર 30 સેકન્ડમાં જાણી શકો છો.

સીમકાર્ડ ચેક કરવાની લીંકઅહીં ક્લિક કરો

Read More »

Wednesday, 2 November 2022

લીલી પરિક્રમા / ગિરનાર પરિક્રમા: પર્યાવરણ જાળવણી સંકલ્પ સાથે આ પ્રકૃતિ યાત્રાને યાદગાર બનાવીએ

લીલી પરિક્રમા / ગિરનાર પરિક્રમા: પર્યાવરણ જાળવણી સંકલ્પ સાથે આ પ્રકૃતિ યાત્રાને યાદગાર બનાવીએ


લીલી પરિક્રમા / ગિરનાર પરિક્રમા: આમ તો આ શબ્દ લોકબોલીમાં ખૂબ લાડથી અને પુરા ભક્તિભાવથી ” પરકમ્મા ” તરીકે બોલવામાં અને ક્યારેક તો લખવામાં પણ આવે છે. આ પરકમ્મા એટલે પરિક્રમા અને એટલે પ્રદક્ષિણા! અને આ શબ્દો જ્યારે યાદ આવે ત્યારે બે ઘટનાઓ જે બચપણથી જ મગજમાં ઘુસી ગઈ છે, તે જ યાદ આવે!

  • એક તો પૃથ્વી પોતાની ધરી પર પરિભ્રમણ કરે છે તે.
  • બીજી વાત ભગવાન ગણેશજી સાથેની છે તે મુજબ; એક વાર કાર્તિકેય અને ગણેશજી વચ્ચે કોઈ બાબતે રકઝક ચાલતી હતી. બંને ગયા માતા પિતા પાસે. પિતા શિવ ભગવાને ઉકેલ લાવવા માટે કહ્યું કે જે સમસ્ત પૃથ્વીની પ્રદક્ષિણા કરીને જે વહેલા ઘરે આવશે તે જીતશે! કાર્તિકેયજી તો પોતાના વાહન મોર પર બેસીને નીકળ્યા પ્રદક્ષિણા કરવા. ગણેશજીએ ચતુરાઈ વાપરી અને પોતાના માતા પિતા એટલે કે ભગવાન શિવજી અને પાર્વતીજીને એક ઊંચા આસને બેસાડી સાત વખત તેઓની પ્રદક્ષિણા કરી અને કહ્યું કે ” માતા પિતા જ બ્રહ્માંડમાં સૌથી મોટું અને વંદનીય સ્થાન ધરાવે છે તેથી પૃથ્વીની પ્રદક્ષિણા કરવા જેટલું જ મહત્વ આ પ્રદક્ષિણાનું છે ” કાર્તિકેયજી પરત આવ્યા ત્યારે ગણેશજી તો હાજર જ હતા! તેઓએ પૃથ્વીની પ્રદક્ષિણા એક વાર નહીં પણ સાત વાર કરી હતી! પ્રદક્ષિણાનો આ સંદર્ભ કાયમ મનમાં દ્રઢ થઈ ચૂક્યો છે.

પરિક્રમા કે પ્રદક્ષિણા કે પરકમ્માનો સાહિત્યિક સંદર્ભે અર્થ

ભગવદ્ગોમંડલ પ્રમાણે પરિક્રમા સંસ્કૃત શબ્દ છે. (૧) કોઈ મંદિર કે તીર્થસ્થાનની ચોતરફ ફરવું તે; પ્રદક્ષિણા; (૨) ચક્કર મારવું તે; આમ-તેમ ફરવું તે. (૩) તીર્થ કે મંદિરની ચોતરફ ફરવા માટે કરવામાં આવેલો માર્ગ: બીજો શબ્દ પણ સંસ્કૃત છે પરિક્રામી – પરિક્રામિન – ચોતરફ ફરતું, પ્રદક્ષિણા કરનારું. ત્રીજો શબ્દ છે; પરિક્રાંતિ – ચોતરફ ફરવું તે; પ્રદક્ષિણા. ચોથો શબ્દ છે; પરિગમ – આસપાસ ફરવું તે; પ્રદક્ષિણા. પાંચમો શબ્દ છે પરિગમન પણ છે.


સાર્થ ગુજરાતી જોડણી કોશ પ્રમાણે;

(૧) પરિકમ્મા – સંસ્કૃત શબ્દ પરિક્રમા છે. પરકમ્મા, પરિક્રમણ, પ્રદક્ષિણા (૨) પરિ શબ્દ એક ઉપસર્ગ છે. ‘ ચારે તરફનું ‘ પરિપૂર્ણ એવો અર્થ બતાવે; જેમ કે; પરિક્રમ, પરિગણના. (૩) પરિક્રમ – પરિક્રમણ , અનુક્રમ. (૪) પરિક્રમણ – પ્રદક્ષિણા, આમ તેમ ફરવું તે, (૫) પરિક્રમા – પરિક્રમ , ચક્રગતિ; (૬) પ્રદક્ષિણા – કોઈપણ વસ્તુ કે વ્યક્તિને / દેવ-દેવીની મૂર્તિને જમણી બાજુ રાખીને તેથી આસપાસ ફરવું તે; પ્રદક્ષિણા કરવી / ફરવી તે ; જેવા વિવિધ અર્થો છે.

પરિક્રમા એ ભારતીય સંસ્કૃતિમાં ધર્મ સાથે જોડાયેલી પ્રવૃત્તિ છે. મંદિરોમાં પણ ફરતે એવી ખાસ જગ્યા રાખવામાં આવે છે કે જ્યાં દર્શનાર્થીઓ પ્રદક્ષિણા કરી શકે છે. આ પ્રવૃતિ હિન્દૂ ધર્મ ઉપરાંત બોદ્ધ અને જૈન ધર્મમાં પણ જોવા મળે છે. મંદિરોમાં પ્રદક્ષિણા અંગે પણ કેટલાક ખાસ રિવાજ કે નિયમો કે માન્યતાઓ પણ છે, જેમ કે ડાબેથી જમણી તરફ જ પરિક્રમા થાય છે. ગણેશજીના મંદિરે ત્રણ જ કરવામાં આવે તો શિવમંદિરે અડધી જ કરવામાં આવે છે! જ્યાંથી અભિષેકનું દૂધ કે જળ બહાર નીકળતા હોય તે સ્થાનને ઓળંગવામાં આવતું નથી. આવા મંદિરો સિવાય નદીઓમાં નર્મદાની પ્રદક્ષિણા તો પર્વતોમાં ગિરનાર, શેત્રુંજય અને વ્રજ વિસ્તારમાં ગોવર્ધનની પ્રદક્ષિણાનું તો અયોધ્યા ખાતે સરયું નદી અને ચિત્રકૂટમાં કામદગીરી અને દક્ષિણ ભારતના તિરુવંમલઈ , ઉજ્જૈનમાં ચોર્યાસી મહાદેવ પરિક્રમાનું ધાર્મિક મહત્વ રહેલું છે. મારા વતન ધ્રાંગધ્રામાં હું નાનો હતો ત્યારે જોયું છે કે શ્રાવણ માસમાં એક ધૂન મંડળ પણ વહેલી સવારે ” હરિ હરિ બોલ , બોલ હરિ બોલ મુકુંદ માધવ કેશવ બોલ ” ની ધૂન સાથે આખા નગરની પ્રદક્ષિણાએ નીકળતી હતી.
ગુજરાતમાં આવેલ ગિરનાર પર્વત પર ચોર્યાસી નાથોના બેસણા છે તેમ માનવામાં આવે છે. ૩૩૮૩ ફૂટની ઊંચાઈ ધરાવતા આ પર્વતનું ઊંચું શિખર ગોરખનાથનું ૩૬૦૦ ફૂટની ઊંચાઈએ હોવાનું કહેવાય છે. આ પર્વતની આસપાસમાં અનેક બીજા નાના મોટા પર્વત અઢાર જેટલા પર્વતોની શૃંખલા છે. બારેમાસ આ સ્થળે પ્રવાસીઓની આવનજાવન રહેતી હોય છે. સૌથી વધુ તો શિવરાત્રીના મેળામાં અને દિવાળી પછી કહેવાતી લીલી પરિક્રમામાં માણસો ઉમટે છે. પર્વતની આજુબાજુમાં ગાઢ જંગલો છે. અનેક અલભ્ય ઔષધ વૃક્ષ ત્યાં ઉપલબ્ધ છે. વન્યજીવ સૃષ્ટિમાં સિંહોનું ગીર અભ્યારણ પણ ત્યાં જ છે.

લીલી પરિક્રમા / ગિરનાર પરિક્રમા વિશે માહિતી

ગિરનાર પર્વતની ફરતે છત્રીસ કિલોમીટર લાંબી લીલી પરિક્રમા યોજાય છે. અહીં ” લીલી ” શબ્દનું ઉમેરણ ખાસ પ્રકૃતિ સંદર્ભ ધરાવે છે. લીલી એટલે હરિયાળી! પ્રતિવર્ષ ચોમાસાની ઋતુ બાદ અહીં પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠે છે. પર્વતની ચોપાસ લીલી વનરાજી છવાઈ જાય છે. અનેક સ્થળે પર્વત પરથી આવતા ઝરણાઓ મનમોહક બને છે. ઝાડી-જંગલો લીલી છમ બની જાય છે. કેડીઓ, ધૂળિયા રસ્તાઓ, ઢોળાવો, નદીઓ, નાના નાના પુલો, મંદિરો, ઘટાદાર વૃક્ષો, વેલાઓ, નાની મોટી વન્ય જીવ સૃષ્ટિ, પંખીઓનો કલરવ વિ. થી સમગ્ર પર્યાવરણ પ્રકૃતિમય બની જાય છે. કારતક સુદ અગિયારસથી પૂનમ એટલે કે દેવદિવાળી સુધી આ પરિક્રમા ચાલે છે. જીવનની અનેક સુખ – સુવિધાઓ ત્યાગીને માત્ર કુદરતના ખોળે વિહરવા માનવીઓ સમસ્ત ભારત અને ગુજરાતભરમાંથી ઉમટી પડે છે. આ લીલી પરિક્રમા ક્યારે શરૂ થઈ હશે તેના વિશે કોઈ આધારભૂત પુરાવાઓ મળતા નથી, પરંતુ ૧૯૨૨ માં બગડુના અજાભગતે શરૂ કરી હોવાનું મનાય છે. તો ભગવાન શ્રી કૃષ્ણ પરિવારનો પણ સંદર્ભ આપવામાં આવી રહ્યો છે. ભારતભરમાંથી અનેક સાધુ સંતો આ પરિક્રમા કરવા આવે છે અને પરિક્રમા માર્ગ પર ધૂણો ધખાવી બેસે છે. ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ પણ આ પરિક્રમામાં આવતા ભાવિકો માટે ઉતારા અને ભોજનની વ્યવસ્થા કરે છે. વન વિભાગ, પોલીસ વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર, મહા નગર પાલિકા, સાધુ સમાજ અને સામાજિક સંસ્થાઓ મળીને આ પરિક્રમાને નિર્વિઘ્ને પૂર્ણ કરાવવા તનતોડ શ્રમ કરે છે.


(૭) જો આપ ખુદ શારીરિક રીતે સક્ષમ હોય તો જરૂર જણાય ત્યાં વૃદ્ધ કે અસકતો કે બાળકોની સહાય કરો.

(૮) શક્ય હોય તેટલા પ્રમાણે નિર્ધારિત માર્ગે જ પરિક્રમા કરો. જંગલના ઊંડાણમાં જવાનું ટાળો. પ્રતિબંધિત વિસ્તારોમાં ન જ પ્રવેશો.

(૯) રસ્તામાં ફાસ્ટફૂડ વિ. ના પડીકાઓ ન ખરીદો કે ન સાથે રાખો. તેનો કચરો જ્યાં ત્યાં ફેંકવાનું મન થશે જ! કોઈએ ફેંક્યા હોય તો ટોકવાને બદલે ઉઠાવીને રાખેલી કચરા ટોપલીમાં ફેંકો અને પર્યાવરણ જાળવણીમાં મદદરૂપ બનો.

(૧૦) યોગ્ય જગ્યાએ, યોગ્ય પદ્ધતિથી મળ-મૂત્ર ત્યાગ કરો. શક્ય હોય ત્યાં મુકવામાં આવેલા હરતાફરતા સૌચાલયોનો ઉપયોગ કરો. ખાડો ગાળી તેમાં શોચક્રિયા કરી તેના પર માટી/ધૂળ નાખી દો જેનાથી દુર્ગંધ ન ફેલાય.

(૧૧) રાત્રિ સમયે પરિક્રમા કરવાનું ટાળો. વહેલા પુરી કરવાની લ્હાયમાં આવું ન કરશો. સમૂહની સાથે જ રહો. એક બીજાનો સતત સંપર્ક કરતા રહો. ક્યાંક મોબાઈલની કનેન્ક્ટિવિટી ન હોય ત્યારે ધીરજ રાખી સંપર્ક કરો. શક્ય હોય તો પાવર બેંક સાથે જ રાખો કારણ કે ત્યાં કદાચ બેટરી ચાર્જિંગ સેવા ન પણ મળે. જો ખરેખર દુનિયાથી અલિપ્ત થવા માંગતા હોય તો આવા સાધનોનો ઉપયોગ ટાળવો જોઈએ!

૧૨) અજાણ્યા કે માનવ રહિત કે પ્રતિબંધિત વિસ્તાર/ગુફા વિ. માં ન જવું જોઈએ. નિર્જન/અવાવરું રસ્તાઓ/દિશાઓ તરફ ન જ ફરકો તો સારું!

(૧૩) આ પરિક્રમાના માર્ગે વન્ય પ્રાણીઓની પણ અવરજવર રહેતી હોય છે ત્યારે જો આવા પ્રાણીઓ દેખાય તો વનવિભાગને જાણ કરો. હો હા ન કરો. પથ્થર કે કોઈ ચીજો ફેંકી હેરાન કરી ઉશ્કેરશો નહીં. શાંતિથી નિહાળો. તેને યોગ્ય રસ્તો આપો. વનવિભાગ કે પોલીસની સૂચનાઓનું પાલન કરો. કોઈપણ રીતે કરેલું સાહસ જાનલેવા પણ બની શકે છે.

(૧૪) પરિક્રમા માર્ગે જોવા મળતા સાધુ-સંતો કે બાવા-બાબાના દર્શન કરો. આગળ વધો. અંધવિશ્વાસ કે અંધશ્રદ્ધાનો ત્યાગ કરી વ્યાજબી માનવસહજ વર્તન કરો. બધા જ નકલી પણ નથી હોતા.

(૧૫) અફવાઓનું સર્જન ન કરો. ફેલાવો ન કરો. સત્ય ચકાસો. ખંડન કરો. ભાગદોડ ન મચાવશો. મદદરૂપ બનો. એક સાથે ટોળામાં એકઠા ન થશો. ક્યાંક જમીન કે પુલ નબળા હોય તો ધસી પડી શકે છે.

(૧૬) સમુહમાંથી કે પરિવારમાંથી કોઈ વિખુટા ન પડે તે બાબતે કાળજી રાખો. જો આવું બને તો પોલીસ કે હોમગાર્ડ કે તંત્રનો સંપર્ક કરો. આપણી ભાગદોડ ક્યાંક ખોટી અફવાનું સર્જન કરી શકે છે.

(૧૭) ઢોળાવ, ખીણ, નદી / ઝરણા કિનારે , ગુફાઓ, ટેકરીઓ કે અજાણ્યા રસ્તે ” સેલ્ફી ” પાડવાનું ટાળો. તે ખતરનાક બની શકે છે. લપસી જવાથી, પડવાથી , ભાગદોડથી વ્યક્તિગત તો ખરી જ પણ સામુહિક નુકસાની પણ થઈ શકે છે.

(૧૮) સમગ્ર પરિક્રમા માર્ગે પીવાના પાણીની પૂરતી સગવડ સાથે રાખો. પ્લાસ્ટિક બોટલ હોય તો તેને ભરતા રહો. ખાલી થાય ત્યારે જ્યાં ત્યાં ફેંકશો નહીં પણ જંગલ બહાર નીકળી યોગ્ય જગ્યાએ નિકાલ કરો.

(૧૯) આ પરિક્રમામાં ભારતભરમાંથી યાત્રિકો આવતા હોવાથી કોઈ અન્યભાષી યાત્રિકો હોય તો યોગ્ય માર્ગદર્શન આપો. ગેરમાર્ગે ન દોરશો. અનેક વિદેશીઓ પણ આ પરિક્રમાના અભ્યાસ હેતુથી આવતા હોય છે ત્યારે તેઓની સાથે જરૂર મુલાકાત કરો, તસ્વીરો ખેંચો પણ હેરાન-પરેશાન ન કરશો. તેઓ રાજ્યની કે દેશની ખરાબ છાપ લઈને પરત ફરશે અને તે આપણને શોભાસ્પદ ન જ હોય શકે!

(૨૦) અજાણી / શંકાસ્પદ વ્યક્તિઓ પાસેથી ભભૂત/પ્રસાદ વિ. લેવાનું ટાળો. કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય તો તંત્રને જાણ કરો. ઉતાવાળીયા કોઈ પગલાં ભરવા જોઈએ નહીં. આવા સમયે જ અફવાઓ સર્જાતી હોય છે.

(૨૧) જેઓને હૃદયની કે શ્વાસની બીમારી હોય તેઓએ આ પરિક્રમામાં જોડાવું ટાળવું જોઈએ અથવા યોગ્ય સાધનો-દવા સાથે રાખવા જોઈએ. થોડી ઊંચાઈ પણ છે અને સપાટ રસ્તાઓની મુશ્કેલીઓ હોય દર વર્ષે આવા દર્દીઓના મૃત્યુના બનાવો બનતા હોય છે.

(૨૨) કોઈ કટોકટીની સ્થિતિમાં જતા આવતા એમ્બ્યુલન્સ જેવા વાહનોને યોગ્ય રસ્તો આપવો જોઈએ જેથી કોઈ બીમાર કે અકસ્માતનો ભોગ બનેલને તાત્કાલિક સારવાર મળી શકે.

(૨૩) ક્યાંક ધૂળ ઊડતી હોય ત્યારે શ્વાસની તકલીફ પડે તો દરેક પાસે યોગ્ય માસ્ક પણ હોવા જરૂરી બને છે.

(૨૪) જ્યાં ભોજન, આરામ કે બેઠકની વ્યવસ્થા હોય ત્યાં અવ્યવસ્થા ન સર્જાય તેનું ધ્યાન રાખીએ. ભોજનનો બગાડ ન કરીએ. જરૂર પૂરતું જ લઈએ. જમાડનાર સંસ્થા કે મંડળો ના જ નથી કહેવાના પણ બગાડ ન કરવો એ આપણો વિવેક છે.

(૨૫) પોલીસ, હોમગાર્ડ, વનકર્મીઓ, તંત્રના કર્મચારીઓ, આરોગ્યકર્મીઓ, પરિવહન કર્મચારીઓ, સાધુ સમાજ, સેવાભાવી સંસ્થાઓ, સ્વયંસેવકો વિ. દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું યોગ્ય પાલન કરી વ્યવસ્થા જાળવવામાં શક્યતઃ મદદરૂપ બનશો

આવો, આપણે સૌ લીલી પરિક્રમાના ભક્તિ , પ્રકૃતિ અને પુણ્ય સ્વરૂપનું ભાથું મેળવીએ, ગૌરવ જાળવીએ, સલામત રહીએ, ક્ષેત્રને સલામત રાખીએ, સંસ્કૃતિનું મર્યાદામય જતન કરીએ, આયોજકોને યોગ્ય સહકાર આપીએ, કાયમી શ્રેષ્ઠ યાદગારીઓ સાથે રાખીને પરિક્રમા પૂર્ણ કરીએ અને ફરીવાર પણ આવવાનું મન થાય તેવું કૈક કરીએ. આપણો ઈરાદો ધાર્મિક ન હોય તો ચાલી શકે પણ આ પરિક્રમા એ કોઈ મોજમજાનું સ્થળ નથી પણ પ્રકૃતિદર્શનનો એક અનેરો લ્હાવો પણ છે તેથી યોગ્ય રીતે આ પરિક્રમા પૂર્ણ કરવી જોઈએ.


Read More »
Join Our Whatsapp Group to Get Latest Updates... : Click Here