Search This Website

Friday 4 November 2022

તમારા નામ પર કેટલાં સીમ કાર્ડ ચાલુ છે? જાણો ફક્ત 1 મીનીટમા સ્ટેપવાઇઝ Full ડીટેઇલ માહિતી

તમારા નામ પર કેટલાં સીમ કાર્ડ ચાલુ છે? જાણો ફક્ત 1 મીનીટમા સ્ટેપવાઇઝ Full ડીટેઇલ માહિતી

તમારા નામ પર કેટલાં સીમ કાર્ડ ચાલુ છે? અત્યારના સમયમાં ફ્રોડ બહુ વધી રહ્યા છે, ત્યારે આપણા નામ પર કેટલા સીમ કાર્ડ ચાલુ છે તે જાણવું આપણા માટે ખૂબ જ મહત્વનું છે. ઘણી વખત આપણી જાણ બહાર આપણા નામ પર કોઈ કાર્ડ વાપરતું હોય છે અને આપણને જાણ પણ હોતી નથી. આજે અમે તમારા માટે ખૂબ જ ઉપયોગી માહિતી લાવ્યા છીએ. જેની મદદ થી તમે તમારા નામ પર કેટલા સીમ ચાલુ છે તે જાણી શકશો.

તમારા નામ પર કેટલાં સીમ કાર્ડ ચાલુ છે

તમારા નામ પર કેટલાં સીમ કાર્ડ ચાલુ છે

તમારા નામ પર કેટલાં સીમ કાર્ડ ચાલુ છે? તમારા નામે બીજા કોણ સિમ વાપરે છે ? આજે જ ચેક કરો.

તમારા નામ પર કેટલા સીમ ચાલુ છે તે ઓનલાઇન ચેક કરવા માટે નીચેના સ્ટેપ ફોલો કરવા પડશે.

  • તમારા નામ પર કેટલાં સીમ કાર્ડ ચાલુ છે ચેક કરવા માટે સૌપ્રથમ tafcop.dgtelecom.gov.in પોર્ટલ વેબસાઇટ ખોલો.
  • ત્યાર બાદ ત્યાં આવેલ બોક્ષમાં મોબાઈલ નંબર અને OTP થી લોગ-ઈન કરો.
  • હવે તમારા IDથી એક્ટિવ સિમ કાર્ડના તમામ મોબાઈલ નંબરનું તમને લિસ્ટ જોવા મળશે.
  • હવે ચેક કરી કે આ લિસ્ટમાં કોઈ એવો નંબર છે, જે તમારી જાણ બહારનો છે તો એને તમે રિપોર્ટ કરી શકો છો.
  • નંબર ને રિપોર્ટ કરવા માટે નંબર સિલેક્ટ કરી ‘This is not my number’ સિલેક્ટ કરો.
  • ઉપરના બોક્સમાં આપેલા IDમાં લખેલું નામ સબમિટ કરો.
  • હવે નીચે આપેલા Report બોક્સ પર ક્લિક કરો.
  • ફરિયાદ કર્યા બાદ એક ટિકિટ ID રેફરન્સ નંબર પણ મળશે.
  • આ રીતે તમે જાણી શકો છો કે તમારા નામ પર કેટલા સીમ છે.

આ રીતે તમારા નામ પર ઇસ્યૂ થયેલા સિમકાર્ડની સંખ્યા જાણી શકો છો.

ટેલિકોમ વિભાગે TAFCOP (ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન) નામનું પોર્ટલ તૈયાર કર્યું છે. tafcop.dgtelecom.gov.in પોર્ટલ પર દેશમાં એક્ટિવ મોબાઈલ નંબરનો ડેટાબેઝ અપલોડ થયેલો છે. પોર્ટલના માધ્યમથી સ્પૅમ અને ફ્રોડ કોલ્સ કન્ટ્રોલ પણ કરી શકાય છે. તમારા નામે કેટલાં સિમ કાર્ડ એક્ટિવ છે એ માત્ર 30 સેકન્ડમાં જાણી શકો છો.

સીમકાર્ડ ચેક કરવાની લીંકઅહીં ક્લિક કરો

Join Our Whatsapp Group to Get Latest Updates... : Click Here